કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ દ્વારા તા.૨૩મી જાન્યુઆરી – ૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતી નિમિતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓદ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવેલ હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એચ. એન. ગાજીપરા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડો. આર. એમ સોલંકી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલયના પ્રિન્સીપાલ અને ડીનશ્રીડો. એન. કે. ગોંટિયા, કુલસચિવશ્રી ડો.કલ્પેશ કુમાર તેમજવિવિધ ફેકલ્ટીનાપ્રિન્સીપાલ અને ડીનશ્રીઓડો. ડી. કે. વરુ,ડો. સી. ડી.લખલાણી, તેમજ કૃષિ યુનિવર્સીટીના વિવિધ વિભાગોના પ્રાધ્યાપક અને વિભાગીય વડાશ્રીઓ સંશોધન ઇજનેરશ્રીઓ, પોલીટેકનીક કોલેજના આચાર્યશ્રીઓ,અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ અને કૃષિ ઈજનેરી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં
નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના સફળ સંચાલન માટે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના જીમખાના ચેરમન ડો. સંજય ચોલેરા,હિરેનદલસાણીયા,મિતેશ દવે, પ્રતિક પંડ્યા, વિપુલ ભટ્ટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
