સંતો-મહંતો-ધારાસભ્યો સહીત હજારો હરીભક્તો ઉમટી પડશે…..
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે આગામી તારીખ-28-1-2023 ને શનિવારે ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય સદગુરૂ શાસ્ત્રીજી ઘનશ્યામપ્રકાસદાસજી સ્વામી ના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય શાકોત્સવ યોજાશે.લોયાધામ ખાતે સ્વામિનારાય ભગવાને વરસો પહેલા 60 મણ રીંગણા અને 12 મણ ઘી થી શાક નો વઘાર કરી અદભૂદ શાક બનાવ્યુ હતુ એ શાકોત્સવની ઝાંખી કરાવતો ભવ્ય શાકોત્સવ યોજાશે જેમાં ભવ્ય સત્સંગ સભા,સાંસ્કૃતિક કાર્યક્રમ,શાકોત્સવ લીલા સહીતના અનેક કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12 વાગે શાકોત્સવ નો મહાપ્રસાદ શરૂ થશે.આ કાર્યક્રમમાં લિંબડી વિધાનસભાના ધારાસભ્ય કીરીટસિંહ રાણા,વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા,ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી સહીત અનેક મહાનુભાવો અને સંતો-મહંતો હાજરીમાં ભવ્ય શાકોત્સવ ઉજવાશે અને હજારો હરીભક્તો આ શાકોત્સવમાં ઉમટી પડશે.તેમજ લોયાધામ ના પરમ પૂજ્ય સદગુરૂ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી દ્વારા તમામ લોકોને લોયાધામ ખાતે શાકોત્સવમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે…
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર


