સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે બીલી પત્ર પૂજાની ઓનલાઈન અને ઓફલાઈન દરેક શિવભક્તો બીલીપત્ર પૂજા કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્ય ઉષામૈયાના વરદ હસ્તે બીલી પુત્ર પૂજા ઓનલાઇન ઓફલાઈન ઉદઘાટન કરવામાં આવેલ હતું આ અદભુત અને અલોકીક ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી મુલુભાઈ બૈરા ખાસ ઉપસ્થિત રહીને ભગવાન મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજ્ય ઉષામૈયાના સાંનિધ્યમાં પૂજા વિધિઓ કરેલ હતી સોમનાથ ટ્રસ્ટના યોગેશભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીઓ આ બીલીપત્ર ઓનલાઈન ઓફલાઇન પૂજા માત્ર ૨૧ રૂપિયામાં થઈ શકે તેવું સુંદર આયોજનના ઉદ્ધાટન સમારોહમાં પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોઈ પણ શિવભક્ત બીલીપત્ર પૂજા માત્ર રૂપિયા ૨૧ માં ઓનલાઇન ઓફલાઈન કરી શકે તેવા આસ્થાના કેન્દ્ર સમાન વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શુભ શરૂઆત થઈ હતી પરમ પૂજ્ય ઉષામૈયા દ્વારા બીલી પત્રની પૂજા અર્ચના કર્યા બાદ પૂજ્ય માં એ પોતાના માથે ધજા લઈ ધ્વજારોહણ પણ કર્યું હતું ત્યારે સાવરકુંડલા શહેર તાલુકા આવા સંત શિરોમણી જે આસ્થાનું કેન્દ્ર મનાઈ રહ્યા હોય ને એવા સંત શિરોમણી ઉષામૈયાના વરદ હસ્તે સોમનાથ મહાદેવના ચરણોમાં બીલીપત્ર પૂજા ઓનલાઈન ઓફલાઇન વિધિનું ઉદ્ધાટન થયું તે સાવરકુંડલા પંથક માટે ગૌરવની બાબત ગણાય


