Maharashtra

મુંબઈ ખાતે રહેતા શિક્ષણ-આરોગ્યની સેવા કરનાર જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવારના સૌજન્યથી

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજે નેત્રયજ્ઞ નો વિનામૂલ્યે કેમ્પ યોજાશે.અને હવે થી દર મહિનાના પહેલા મંગળવારે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્રારા આયોજીત તેમજ રાણપુર પંથક માટે આરોગ્ય,શિક્ષક માટેના ભામાશા અને મુબઈ ખાતે રહેતા ઉદ્યોગપતિ જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર તથા રાણપુરના મુકુંદભાઈ વઢવાણા,પાણશીણા સેવાયજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ અને શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ના સૌજન્યથી આજથી દર મહીનાના પહેલા મંગળવારે નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.જેમાં મોતીયાના દર્દીઓને રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ ખાતે આંખ ના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને બસ દ્રારા વિનામુલ્યે લઈ જવામાં આવશે.અતિ આધુનિક ફેકો મશીન થી ટાંકા વગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્ડેફલ લેન્સ(નેત્રમણી)સાથે નિષ્ણાંત અને ખુબજ અનુભવી સર્જન ડોક્ટરો ની ટીમ દ્રારા વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે બે રાત્રી નું રોકાણ,ભોજન,ચા-નાસ્તો,દવા,આંખના ટીપા,કાળા ગોગલ્સ,ઓપરેશન,નેત્રમણી આ તમામ વિનામુલ્યે આપવામાં આવશે.ઓપરેશન બાદ દર્દીઓને રાણપુર ખાતે વિનામુલ્યે પરત મુકવા આવશે.તો રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના તમામ જરૂરીયાતવાળા દર્દીઓએ આ કેમ્પ નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.આ કેમ્પ નો લાભ લેવા માટે સંપર્ક કરો રાણપુરના મુકુંદભાઈ વઢવાણા મો:૯૮૨૫૩૧૪૩૪૪,ગાંધીનગર ના ખુમાનસિંહ વિરસિંહ પરમાર(મેનેજીંગ ટ્રસ્ટી સેવાયજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ પાણશીણા)મો:૮૭૮૦૨૧૩૫૬૩

IMG-20210922-WA0238.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *