Gujarat

ધોરણ-૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓએ તા.૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી ખાતે અરજી પહોંચાડવાની રહેશે

 રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ  કાર્યક્રમ અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો રાષ્ટ્રીય એકતા દિવસ વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈને ધોરણ-૬ થી ૧૦ સુધીના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું આયોજન આ વર્કશોપમાં કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા જે તે શાળાના વિદ્યાર્થીઓ નિયત નમુના અરજી ફોર્મ જીલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને ભરી પરત તા.૨૦/૧૦/૨૦૨૧ બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલવાનું રહેશે. વર્કશોપનું સ્થળ અને સમય અરજી આવ્યા બાદ જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *