કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ગુજરાતના યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને આકસ્મિક આવી પડેલ પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલીન સમયમાં જીલ્લા યુવાનોની જે તે જીલ્લાને ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશય થી સાહસિક પ્રવૃત્તિની ૫ દિવસની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક નિવાસી પૈકી પસંદગી થયેલ યુવક-યુવતીઓને તક આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનોએ પોતાનું પુરૂ નામુ, સરનામું, જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક, NCC/NSS, રમત ગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીના સંમતિ પત્રકની વગેરે સંપૂર્ણ વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પ્રથમ માળ, જામનગર ખાતેથી મેળવી તા.૨૨/૧૦/૨૦૨૧ સુધીમાં પરત જમા કરવાના રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબર-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
