Maharashtra

મુંબઈમાં પોતાને તાલિબાની ગણાવનારી વ્યક્તિએ આતંકી હુમલાની ધમકી આપી

મુંબઈ
મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. દ્ગૈંછને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશનાં વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. દ્ગૈંછએ એની જાણકારી મુંબઈ પોલીસને આપી છે. પોલીસ અને અન્ય એજન્સી આ અંગે તપાસ હાથ ધરી છે. દ્ગૈંછના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ કર્યો છે, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનારી વ્યક્તિએ પોતાને તાબિલાની હોવાનું જણાવ્યું અને દાવો કર્યો છે કે તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ હેઠળ આ કામ થવાનું છે. ધમકીભર્યા ઈમેલની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસને આ અંગે જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો એની જાણકારી એકઠી કરવા લાગ્યા છે. ત્યાં જ દેશનાં વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિરાજુદ્દીન હક્કાની તાલિબાનનો સૌથી ખતરનાક ગુટ હક્કાની નેટવર્કનો મુખ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં ૨ નંબરના નેતાનો દરજ્જાે ધરાવે છે. તાબિલાનમાં હક્કાની નેટવર્કની ખાસ અસર છે. અમેરિકી તપાસ એજન્સીએ હક્કાનીના લોકેશન અંગે સૂચના આપનારી વ્યક્તિને ૧૦ મિલિયન ડોલર ઇનામ આપવાનું રાખ્યું છે. આ પહેલાં જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરમાં વિવિધ જગ્યાએ બોમ્બધમાકા કરવાની ધમકી આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે ૧૯૯૩ની જેમ વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરીશું અને આ હુમલો ૨ મહિનાની અંદર જ કરવામાં આવશે. અયોધ્યામાં ૨ ફેબ્રુઆરી, ગુરુવારના રોજ રામ જન્મભૂમિ સ્થળને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. રામ જન્મભૂમિ પોલીસવડા સંજીવ કુમાર સિંહે જણાવ્યું હતું કે રામકોટ વિસ્તારમાં સ્થિત રામલલ્લા સદન મંદિરમાં રહેનાર મનોજ નામની વ્યક્તિએ પોલીસને સૂચના આપી હતી કે આજે તેના મોબાઈલમાં એક કોલ આવ્યો હતો. સંજીવ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે મનોજે જણાવ્યું કે ફોન કરનારી વ્યક્તિએ ધમકી આપી કે સવારે ૧૦ વાગ્યે રામ જન્મભૂમિને વિસ્ફોટ કરીને ઉડાડી દેશે. આમ કહીને તરત જ ફોન કરનારી વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો. સંજીવ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ સૂચના મળ્યા પછી બધાં જ પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યાં અને રામજન્મ ભૂમિ પરિસરમાં અનેક પોલીસને તહેનાત કરી દેવામાં આવ્યાં. તેમણે જણાવ્યું હતું કે આ મામલા અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ આપેલા ઐતિહાસિક ર્નિણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જામનગરમાં ૯ જાન્યુઆરીએ રાતે ૧૧ વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી, જેને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. એમાં ૨૩૬ પેસેન્જર અને આઠ ક્રૂ એટલે ૨૪૪ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકો એરપોર્ટના પ્રતીક્ષા લોન્ચમાં છે. ત્યારે બોમ્બ સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બોમ્બ હોવાની આશંકાને પગલે કલેક્ટર-પોલીસવડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો.

File-02-Photo-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *