Gujarat

નડિયાદની બેંક ઓફ ઈન્ડિયામાં ગ્રાહકે કર્મચારીને મારતો વીડિયો સામે આવ્યો

નડિયાદ
નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી સાથે ધોળે દિવસે જે રીતે મારામારીની ઘટના બની તેના કારણે બેંકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ રીતસરના ફફડી ઊઠ્‌યા હતા. કર્મચારીઓ પોતાની રીતે પોતાના સાથી કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હુમલો કરનાર વ્યક્તિએ મારામારી ચાલુ રાખી હતી. અંતે સિક્યુરિટીએ આવી હુમલો કરનાર વ્યકતિને પકડી દૂર કર્યો હતો.નડિયાદની બેંક ઓફ ઈન્ડિયામાં કર્મચારી સાથે મારામારીની જે ઘટના બની છે તે બેંકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી જાેતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે હુમલો કરનાર શખ્સને જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે બેંક હોવા છતાં કર્મચારીને ઢોર માર માર્યો હતો.નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં શુક્રવારે લુખ્ખાગીરીનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. લોન માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારીએ જરૂરી ડોક્યુમેન્ટ માગતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ માત્ર અડધી મિનિટમાં જ ૧૦ જેટલી થપ્પડો કર્મચારીની ઝીંકી દીધી હતી. આ ઘટના મામલે ભોગ બનનાર કર્મચારી દ્વારા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, જ્યારે હુમલો કરનાર વ્યક્તિ બેંકના કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટને માર મારવા લાગે છે ત્યારે અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવે છે અને હુમલો કરનાર શખસને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તે સમયે હુમલો કરનાર વ્યક્તિની સાથે રહેલા અન્ય વ્યક્તિ પણ મારામારી કરતો જાેવા મળી રહ્યો છે. પોલીસમાં નોધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મનીષકુમાર દ્વારકાપ્રસાદ બ્રહ્મભટ્ટ પોતે કપડવંજ રોડ પર આવેલ કર્મવીર ટાવર ખાતેની બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફરજ બજાવે છે. શુક્રવારે બપોર બાદ શહેરમાં રહેતા બે વ્યક્તિઓ સમર્થ રાવજી બ્રહ્મભટ્ટ અને પાર્થ નામના આ વ્યક્તિઓએ બેંક કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટ સાથે બેંકમાં જ છૂટાહાથની મારામારી કરી હતી. મનીષકુમારે લોન મોર્ગેજ ડોક્યુમેન્ટ માટે મોર્ગેજ કરેલ મકાનની વીમા પોલિસી માગતાં આરોપી પોતાની સાથે સહ આરોપી સાથે ફરિયાદીના નોકરીના સ્થળે બેંક ઓફ ઇન્ડિયામાં આવી સરકારી બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીને ફેંટો તથા લાતોથી ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર બનાવ સંદર્ભે બેંક કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટે ઉપરોક્ત બે વ્યક્તિઓ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

File-01-Photo-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *