ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સિંહાદા ગામની સીમમાં એમ.પી. બોર્ડર નજીક એક ઇસમ ચોરીની હીરો સ્પ્લેન્ડર મો.સા. લઇને મધ્યપ્રદેશ રાજ્યના અંધારકાચ ગામ તરફથી ગુજરાત રાજ્યના સિંહાદા ગામ તરફ આવી રહેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સિંહાદા ગામે વોચનાકા બંધી કરી બાતમી મુજબના વર્ણન વાળી મોટર સાયકલ તથા આરોપી આવતા તેને કોર્ડન કરી અટકાયત કરી વાહન અંગે ખાત્રી તપાસ કરતા વાહન ચોરી અંગે સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે સને ૨૦૧૯ ના વર્ષમાં ગુનો નોંધાયેલ હોય જેથી મોટર સાયકલની કિ.રૂ.૨૦,૦૦૦/- ની ગણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


