Gujarat

અંબાજીમાં હોટલ માલિકનો મૃતદેહ ગબ્બર નજીકથી મળી આવ્યો

અંબાજી
અંબાજી પોલીસને ગબ્બર પાસે સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને ળઈને અંબાજી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે લાશનો કબજાે મેળવીને ઓળખ હાથ ધરી હતી. જેમાં મૃતક રેસ્ટોરન્ટના માલિક વિનય રાવલ હોવાનું સામે આવ્યું હતું.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થતાં અંબાજી માતા મંદિરમાં આસો સુદ-૧ ગુરુવારથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ અંબાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. લાશની ઓળખ થયા બાદ અંબાજી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે બ્રિજેશ રાવલ અને વિનય રાવલ બંને ભાઈ બીજા ભાગીદારો સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. મૃતક હોટસ માસિત વિનય રાવલ સામાજિક કાર્યોમાં ઘણો આગળ પડતો હતો. જાે કે, ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *