અમરેલી ખાતે તા.૮મી એ ‘સોરઠિયાની સાહિત્ય સૃષ્ટિ’ મોબાઈલ એપનું લોકાર્પણ
—
અમરેલી, તા.૭ ફેબ્રુઆરી, ૨૩ (મંગળવાર) અમરેલી સ્થિત ત્રિમંદિર ખાતે તા.૮ ફેબ્રુઆરી,૨૩ ને બુધવારના રોજ સાંજે ૪ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન સોરઠિયાની સાહિત્ય સૃષ્ટિ મોબાઈલ એપનું લોકાર્પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાના ગૌરવશાળી અને પ્રતિભાવંત સ્વ. શ્રી ગોરધનદાસ સોરઠિયાના સાહિત્યસર્જનને તેમના પ્રપૌત્ર શ્રી ઓમભાઈ સોરઠિયા દ્વારા નિર્મિત ઈ-બુક સ્વરુપે સોરઠિયાની સાહિત્ય સૃષ્ટિ’ મોબાઈલ એપના લોકાર્પણ પ્રસંગે છારોડી ગુરુકુળના શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી ઉદ્દઘાટન કરશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને અતિથિ વિશેષ તરીકે ફૂલછાબ દૈનિકના નિવૃત્ત તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતા અને ગુજરાત વિધાનસભા ઉપદંડક અને અમરેલી વડીયા કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના ઉપસ્થિત રહેશે.
૦૦૦
