Gujarat

રાજકોટમાં ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખે કહ્યું ઃ’સરકાર હકારાત્મક અભિગમ નહીં દાખવે તો મંદીના એંધાણ’

રાજકોટ
ગુજરાત સરકારે ૨૦૧૧ પછી ૧૨ વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ અચાનક જ જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યો હતો. રાતોરાત લાગુ કરાયેલા આ ભાવવધારા સામે રાજકોટના બિલ્ડરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઝ્રસ્ને મળવા માટે ગાંધીનગર પણ પહોંચ્યા હતા. છતાં સરકાર કે ઝ્રસ્ દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવી ન હતી. આ મુદ્દે આજે રાજકોટમાં ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ મીડિયાને જણાવ્યું હતું કે,સરકાર હકારાત્મક અભિગમ નહીં દાખવે તો બાંધકામ ક્ષેત્રમાં મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અચાનક જંત્રીદર બે ગણો કરી દીધો છે. જેને કારણે બિલ્ડર અને ગ્રાહકો બન્નેને અસર આવી શકે છે. હજુ સૌ કોઈ અસમંજસમાં છે. નવા જંત્રીદર લાગુ પડી જતા જેને નવા ઘર-ઓફિસ ખરીદ કરવાના હતા તેને હાલ પૂરતા અટકાવી દીધા છે કારણ કે તેનું બજેટ સીધું ડબલ થઈ જાય છે. અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર કોઈ પોઝિટિવ ર્નિણય લેશે પરંતુ જાે યોગ્ય ર્નિણય નહીં લેવાઈ તો શું કરવું તેની અમે ચર્ચા કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જંત્રી વધે એનો બિલકુલ વાંધો નથી. ૧૨ વર્ષથી જંત્રી વધી જ નથી, ચોક્કસપણે જંત્રી વધવી જ જાેઈએ. પરંતુ સીધી બમણી કરી દેવી એની પાછળનું કંઈક તો લોજીક હોય ને. સાયન્ટિફિકેલી સરવે હોય, રજુઆત હોય, સમયગાળો હોય, જાહેરનામું બહાર પાડે તો ખબર પડે. આ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો હોય એમનો અભિપ્રાય લેવો જાેઈએ. તેમની પાસેની વાત જાણવી જાેઈએ અને ત્યારબાદ આવું કરવું જાેઈએ. લોકશાહીની પ્રક્રિયામાં થતી પ્રક્રિયા મુજબ વધારો કરવો જાેઈએ.આ મામલે આગામી સમયમાં ગુજરાત ક્રેડાઈ દ્વારા બિલ્ડરોની મિટિંગ બોલવામાં આવશે અને મિટિંગના અંતે જે નક્કી થશે.તેનો જ અમલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *