વંથલીના સેંદરડા ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન કટારીયા ની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજય હતી જેમાં ગ્રામસેનોએ રજૂ કરેલા ૧૪ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું
આ તકે જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનાં પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ પ્રજાકીય સેવાઓને વધુ નાગરિક કેન્દ્રી બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત રાજ્ય સરકારની શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા સહિતના વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્રની પિંક કાર્ડ, ગ્રે કાર્ડ, પ્રોજેક્ટ આશીર્વાદ વગેરેની પણ જાણકારી આપવામાં આવી હતી.


