વ્યાજખોરની ચુંગાલમાં ફસાયેલ લોકોને ન્યાય અપાવવા ગુજરાતભરમાં ગૃહવિભાગ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. તેમજ લોકોને બેન્ક દ્વારા લોન અપાવવાના ભાગરૂપે જુનાગઢ રેન્જ આઈ.જી.મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી ની સૂચના અનુસાર વંથલી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે 5 કલાકે લોન ધિરાણ અને માર્ગદર્શન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં સામાન્ય નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા તેમજ નાણા ધીરધાર કાયદાઓથી લોકોને માહિતગાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલનમાં રહી વંથલી પોલીસ દ્વારા લૉન ધિરાણ મેળો તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેમ્પનો લાભ લેવા નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠકકર, કેશોદ તેમજ વંથલી પી.એસ.આઈ એમ.કે.મકવાણાએ વંથલી તાલુકાના લોકોને લાભ લેવા અનુરોધ કર્યો છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી
