ઉના તાલુકામાં વિશ્વ રક્તપિત્ત દિવસ નિમિતે રક્તપિત અંતર્ગત આરોગ્યના વિભાગ દ્વારા 14 દિવસ સુધી લોકોમાં જનજાગૃતિ અને
રક્તપિત્ત લક્ષણોની સમુદાયમાં જાણકારી આપવા અલગ અલગ ગામોમા તથા શાળામાં છાત્રો દ્વારા રેલીના માધ્યમથી બેનરો અને
પોસ્ટરો દ્વારા ગ્રામજનોને રક્તપિત્ત વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કલેકટર આર.જી.ગોહિલનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ
રક્તપિત્ત દિવસ અંતર્ગત લોકોમાં જનજાગૃતિ અને રક્તપિત્ત લક્ષણોની સમુદાયમાં જાણકારી મળી રહે તે હેતુથી રક્તપિત્ત પખવાડિયા
તા.30 મી જાન્યું. થી 13 ફેબ્રુઆરી સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ઉના તાલુકાના ગામોમાં વિવિધ રક્તપિત સંબંધી
કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉના તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતા વિવિધ આરોગ્ય કેન્દ્રો અને વેલન્સ સેન્ટરો
જેવા કે સિલોજ, દાંડી, સૈયદ રાજપરા, ગાંગડા, કોબ, વાસોજ, કેસરિયા, ભેભા, ગામોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રોય
અને જિલ્લા ક્ષય અધિકારી ડો.પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક અને માધ્યમિક શાળા ઓમાં રેલીના માધ્યમથી બેનરો અને
પોસ્ટરો દ્વારા ગ્રામજનોને રક્તપિત્ત વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.


