Madhya Pradesh

દિગ્વિજયજીની બુધ્ધી ફેલ થઇ ગઇ છે તેઓ ભાષા બોલે છે પાકિસ્તાની – કરે છે સેનાનું અપમાન ઃ શિવરાજ સિંહ

ભોપાલ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુુમલામાં જીવ ગુમાવનારા ૪૦ સૈનિકોની ચોથી પુણ્યતિથિએ સમગ્ર દેશે તેમને પોતાની શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કેટલાક એવા ટ્‌વીટ કરી દીધો કે ફરીથી વિવાદો ઉભો થઇ ગયો દિગ્વિજયસિંહ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહનું કહેવુ છે કે તે પાકિસ્તાનની ભાષા બોલે છે અને ભારતીય સૈનિકોનું અપમાન કરે છે. શિવરાજ સિંહે કહ્યું કે મને લાગે છે કે દિગ્વિજયજીની બુધ્ધિ ફેલ થઇ ગઇ છે.આ તેનું ફેલિયર છે તે દેશની સેનાનું અપમાન કરે છે.પાકિસ્તાનની ભાષા બોલે છે.શિવરાજ સિંહે કહ્યું કે તપાસ તો દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પાર્ટીના ડીએનએની હોવી જાેઇએ જે ભારત જાેડવાના નામ પર તોડનારાઓની સાથે યાત્રા કરે છે.તેમણે કહ્યું કે દિગ્વિજયસિંહના આ ટ્‌વીટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને તેનો જવાબ આપવો જાેઇએ દિગ્વિજયસિંહે એક ટ્‌વીટ કરતા કહ્યું કે પુલવામા હુમલા ગુપ્ત તંત્રની નિષ્ફળતા હતાં તેમણે ટ્‌વીટ કરતા લખ્યું આજે આપણે તે ૪૦ સીઆરપીએફ શહીદોને શ્રઘ્ઘાંજલિ આપે છે જે પુલવામામાં ગુપ્તચર નિષ્ફળતાના કારણે શહીદ થયા.મને આશા છે કે તમામ શહીદ પરિવારને યોગ્ય રીતે પુનર્વાસ કરવામાં આવ્યો છે આ ટ્‌વીટ બાદ મુખ્યમંત્રી શિવરાજ સહિત સમગ્ર ભાજપ એકવાર ફરીથી દિગ્વિજયસિંહ પર હુમલાખોર થઇ ગઇ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *