Gujarat

જામનગર તથા કાલાવડ તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ પરવાના માટે તા.૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે

જામનગર તથા કાલાવડ તાલુકામાં આગામી દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓને નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય)ની કચેરી, મહેસૂલ લેવા સદન, બીજા માળે, શરૂ શેકશન રોડ, જામનગર ખાતે તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં રજૂ કર્યેથી નિયમાનુસાર તપાસનીશ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી શકાશે. આ અંગેના અરજી ફોર્મ સદરહુ કચેરીમાંથી કચેરીના ચાલુ દિવસોમાં કચેરી સમય દરમ્યાન વિના મુલ્યે મળી શકશે. તા. ૧૬/૧૦/૨૦૨૧ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહી. જેની સંબંધકર્તાઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *