મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોમાં આધ્યાત્મિક જ્ઞાન વિકસે સાથે સાથે વિવિધ કલર્સ નું પણ જ્ઞાન વિકસે તે હેતુથી સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ પ્રેપ સેકશન ના કોર્ડીનેટર જલ્પાબેન તથા તેમના સ્ટાફે મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના ચિત્રમાં બાળકો દ્વારા કલર પુરાવામાં આવ્યો. ૧૦૦ થી વધારે બાળકોએ ભાગ લીધો ડાયરેક્ટર સતીશ પાટીલે તથા આચાર્ય ડૉક્ટર રશ્મિન રાવલે આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી અભિનંદન પાઠવ્યા.


