Gujarat

કઠલાલ શિવ પાર્વતી વિવાહ  શિવરાત્રી પર્વ નિમિત્તે ઉજવાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સમગ્ર કઠલાલ પંથકમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી.કઠલાલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા.કઠલાલ ના સમસ્ત સમાજના ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.કઠલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શંકર પાર્વતી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર વિવાહ ની સંપૂર્ણ વિધિ નિયમો મુજબ કરવામાં આવી. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યા માં શિવ પાર્વતી વિવાહ માં નગરજનો જાનૈયા અને મામેરિયા બની પ્રસંગ માં જોડાયા હતા.મહાશિવરાત્રી પર્વને લઈ સમસ્ત કઠલાલ નગર અને તાલુકો શિવરંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.ઢોલ નગારા અને ડીજે સાથે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાઓ યોજવામાં આવી હતી.

IMG-20230218-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *