Gujarat

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેજગઢ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આંતર તાલુકા છોટાઉદેપુર ટીચર્સ પ્રીમિયર લીગ સિજન એકનું આયોજન તેજગઢ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, આજે સેમિફાઇનલ અને ફાઇનલ રમાઈ હતી જેમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગન સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેજગઢ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય  ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના છ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમોએ ભાગ લીધો હતો જેમાં છોટાઉદેપુર, જેતપુર પાવી , બોડેલી, નસવાડી, સંખેડા, અને કવાંટની ટીમોએ ભાગ લીધો  જેમાં ફાઇનલમાં નસવાડી અને જેતપુર લાઇન્સ વચ્ચે રસાકસી થઈ હતી જેમાં નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ વિજેતા થઈ હતી, ફાઇનલમાં વિજેતા થયેલ ટીમને અને રનર્સઅપ  ટીમને જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહી તેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા ઘારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા ફાઇનલમાં આવેલ બન્ને ટીમોને પાચ-પાચ હજાર રૂપિયા આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યું હતું ,  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાનભાઈ સોની પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ રાઠવા ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા ,ત્યારબાદ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230219_161046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *