સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હા ક્યારેક કોઈ ઘટના જીવનના આયામો બદલાવી જાય છે. આમ ગણો તો મૃત્યુ એ અફર અને શાશ્ર્વત સત્ય છે અને સ્મશાન ગૃહ એનો અંતિમ વિસામો છે.
——————————————————————વાત જાણે એમ છે કે સાવરકુંડલા શહેરમાં આવેલ સાવર અને કુંડલા બંને સ્મશાનની સંભાળ સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમ સતત રાખતી જોવા મળે છે. આમ ગણીએ તો મૃત્યુ એ જીવનની સૌથી આઘાતજનક ઘટના છે. અહીં અસ્તિત્વની લડાઈ પૂર્ણ થઈ મુક્તિના પંથે પ્રયાણ થાય છે. એવું જો કોઈ સ્થળ હોય તો બેશક સ્મશાન જ ગણાય.વળી મૃત્યુની કોઈ ઉંમર નથી હોતી.. કોઈ યુવાન વયે, તો કોઈ બાલ્યાવસ્થામાં તો કોઈ જન્મલેતાંવેંત તો કોઈ વૃધ્ધાવસ્થામાં પણ મૃત્યુ પામે છે.. મૃત્યું પછીની પાશ્ચાત્ય અસર મૃતકના નજીકના સ્વજનો માટે વધુ પીડાદાયક હોય છે.. સમયનાં ઓસડ સાથે એ દુખની વેદના ધીમે ધીમે ક્ષીણ થતી જોવા મળે છે. એટલે સ્મશાનઘર એ જ મૃતકનો અંતિમ વિસામો ગણાય. હવે વાત કરવી છે સાવરકુંડલા સ્મશાન ગૃહ અને તેને સંભાળને લગતી. તા ૧૯-૨-૨૩ને રવિવારે સવારે ૯.૦૦ કલાકે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સાવર અને કુંડલા બન્ને સ્મશાન માટે સ્મશાનમાં દાતાશ્રીઓના દાનથી સ્મશાનમાં જરૂરી સાધન સામગ્રી અર્પણ કરતા દાતા શ્રી હરીભાઇ બાબુભાઈ ઠુંમર મુલાકાત લે છે એ સ્મશાનની. જ્યાં સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત સ્મશાનોની આવી સરસ કામગીરી જોઈ. નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી તેમજ નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા અને પીયુષભાઈ મશરૂ, કેશુભાઇ ચુડાસમા તેમજ તમામ સદસ્યોની સેવાઓ અને સ્મશાનમાં થતી કામગીરીથી દાતા શ્રી હરીભાઇ ઠુંમર અને મુકેશભાઈ ઠુંમરે સાવર વિભાગના સ્મશાનમાં રૂબરૂ મુલાકાત લઈને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા અને પીયુષભાઈ મશરૂની સાથે આ દરરોજ થતી સેવાકીય પ્રવૃત્તિ વિશે વિગત જાણીને કહેલ કે તમારી સાથે અમને પણ સેવાઓ કરવાની તક આપો અને સ્મશાનમાં જે કંઈ સાધનોની જરૂરીયાત હોય તે હુ મારા તરફથી સ્મશાન માટે લઈ આપવા માંગું છું. મને પણ સેવાની તક આપો . ત્યારે સ્મશાનમાં સાફ સફાઈ તેમજ વુક્ષોની જાળવણી માટે અને ધાસ કટીંગ કરવા તેમજ નાના બાળકોના મરણ માટે ખાડા ખોદવા ત્રિકમ, પાવડા, સણેથી, કોદાળી, ખપાળી, દાતરડા, ધારીયા, તગારા વિગેરે ઓજારો લાવીને સાવર સ્મશાનમાં અર્પણ કરી આપેલ છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા વતી દાતા શ્રી હરીભાઇ ઠુંમર અને મુકેશભાઈ ઠુંમરનો જયસુખભાઈ નાકરાણીએ આભાર માન્યો હતો અન્ય પણ આ પ્રસંગ પરથી પ્રેરણા લે તો સ્મશાનની સાર્વજનિક જરૂરિયાતો હમેશાં પૂર્ણ થઈ શકે. અહીં આવનારા દરેક શ્રીમંત નથી હોતા ગરીબ અને વંચિત પણ હોય છે. જેનું દાયિત્વ એક સામાજિક જવાબદારી સમજીને વહન થઈ શકે એમ નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીની એક યાદીમાં જણાવેલ છે


