Gujarat

ગીરગઢડાના કણેરી પ્રા.શાળાના શિક્ષીકાની અંતે બદલી કરવામાં આવી..

બે વિદ્યાર્થીના મોત બાદ ગ્રામજનો તેમજ વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો હતો..
ઊના – ગીરગઢડાના કણેરી પ્રા.શાળાના ધો.૨માં અભ્યાસ કરતા બાળકો ગત તા.૧૭ ફેબ્રુ.ના શાળાના શિક્ષીકા હંસાબેન ભીમાણીની
પરવાનગી લઇ બપોરે ૩.૪૫ વાગ્યે લઘુશંકા કરવા ગયા બાદ સાંજના ૬.૩૦ વાગ્યે આ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહ રૂપેણ નદી માંથી
મળતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળતી હતી. અને ગ્રામજનો તેમજ વાલીઓ દ્રારા આક્ષેપ પણ કરવામાં આવેલ હતો કે
શિક્ષીકાની બેદરકારીથી બન્ને બાળકોના ડુબી જવાથી મોત થવા પામેલ અને આજે સવારે ગ્રામજનો તેમજ વાલીઓએ પોતાના
બાળકોને શાળાએ ન બોકલવાનો નિર્ણય કરતા તાલુકા શિક્ષણાધીકારી વાઢેર, પીએસઆઇ ડાંગર સહીતના અધિકારીઓ કણેરી મુકામે
પોહચી ગયેલ અને વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. અને જણાવેલ હતુ કે શિક્ષીકા હંસાબેન દ્રારા કાળજી રાખવામાં આવી હોત તો
આ અઘટીત ઘટના ન બનત વાલીઓ તથા ગ્રામજનો સાથે અધિકારીઓ દ્રારા ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ કણેરી
પ્રા.શાળાના શિક્ષીકા હંસાબેનની તાત્કાલીક અસરથી બોડીદર પ્રા.શાળા ખાતે બદલી કરી આપવામાં આવેલ છે. વાલીઓ તેમજ
ગ્રામજનોનો રોષ શાંત પડેલ. તેમજ પ્રા.શાળામાં મૃતક બન્ને વિદ્યાર્થીઓની શોકસભા રાખવામાં આવેલ તેમજ તેમના
પરીવારજનોને શાંત્વના પાઠવેલ હતી. અને વાલીઓ પણ હવે નિયમીતપણે બાળકોને શાળાએ અભ્યાસ અર્થે મોકલશે તેમ જણાવતા
અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો..

-પ્રા.શાળાના-શિક્ષીકાની-અંતે-બદલી-કરવામાં-આવી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *