પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર કવાંટ અને નસવાડી ને જોડતો રસ્તો સ્ટેટ આર એન બી વિભાગની માલિકીનો રસ્તો આવેલો છે આ રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો રસ્તો છે અને આ રોડ ઉપર થી હરરોજ હજારો વાહનો પસાર થાય છે જયારે કવાંટ તાલુકાના ટવા ગામ પાસે હેરણ નદી ઉપર એક મોટો બ્રિજ આવેલો છે આ બ્રિજ ઉપર આવેલ પેરાફિટ કેટલાક સમયથી તૂટેલી હાલમાં છે અને પેરાફિટ જર્જરિત થઇ ગઇ છે જયારે છોટાઉદેપુર થી કવાંટ રોડ ઉપર આવેલ તમામ બ્રિજ પાસે સ્ટેટ આર એન બી વિભાગ દ્રારા બ્રિજ પત્યા પછી લોખંડની રેલિંગ હાલ નવી બનાવવામાં આવી છે આ બ્રિજ પાસે પણ બંનેવ સાઈડ 200 મીટર જેટલું રેલિંગની કામગીરી કરવાં આવી છે પરંતુ આ બ્રિજ ઉપર બે થી ત્રણ જગ્યા ઉપર પેરાફિટ તૂટેલી હાલતમાં છે પરંતુ તેનું રીપેરીંગ કામ કરવા મા આવતું નથી જેનાથી અકસ્માત નો ભય પણ રહેલો છે જયારે સ્ટેટ આર એન બી ના અધિકારીઓ એસી ચેમ્બર મા બેઠા બેઠા વહીવટ કરતા હોવાથી આવી કામગીરી ઉપર ધ્યાન આપતાં નથી જેના કારણે હાલ આ બ્રિજની પેરાફિટ તૂટેલી હાલતમાંજ જોવા મળે છે હાલ પેરાફિટ નું રીપેરીંગ કામ જલદી થાઈ તે જરૂરી બન્યું છે
ફોટો લાઈન :- કવાંટ તાલુકાના ટવા ગામ પાસે હેરણ નદી ઉપર આવેલ બ્રિજ ઉપરની પેરાફિટ તૂટેલી હાલતમાં છે તેની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


