Gujarat

સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે વંડાની પ્રતિષ્ઠિત શ્રી પી. પી. હાઈસ્કૂલ ખાતે વિશ્ર્વ માતૃભાષા દિન ઉજવાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૨૧ ફેબ્રુઆરીના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં વિશ્વ માતૃભાષા દિન ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ ધોરણ ૧૧ ની બહેનો દ્વારા”જય જય ગરવી. ગુજરાત”,ને “હું એવો ગુજરાતી” ના ગીતોથી કરવામાં આવી.તેમજ શાળાના ગુજરાતી ભાષાના તજજ્ઞ શિક્ષકો શ્રી પ્રવીણભાઇ ઝીંજુવાડીયા તેમજ હિરેનભાઈ ડાભીએ પ્રાચીન, મધ્યકાલિન તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્ય અંગે માતૃભાષાનું મહત્વ અને સમજણ વિશે પ્રેરક પ્રવર્ચન પુરુ પાડ્યું હતું.શ્રી મનોરમાં બહેને ગુજરાતી ગઝલ ગાઈ કવિઓ અને લેખકોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને શાળા તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની સફળતા બદલ આચાર્યશ્રી સંજયભાઈએ સહુને બિરદાવ્યા હતા.

IMG-20230222-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *