બોડેલી પોલીસે ઠગાઇ કરનાર ત્રણની અટક કરી હજુ આરોપી ઓ ની ઓળખ પરેડ બાકી
બોડેલીમાં યુવાનું એટીએમ બદલી 1,38 લાખની થઇ હતી છેતરપીંડી
બોડેલી તાલુકાના જીવણપુરાના આદિવાસી યુવાન ગત ૨૫ જાન્યુઆરીએ બોડેલીના અલીપુરા વિસ્તારની એક્સિસ બેન્ક ની એટીએમ માં રૂપિયા ઉપાડવા આવ્યા હતા એટીએમ કાર્ડ તેના પિતા નું હતું ત્યાં ત્રણ અજાણ્યા યુવકો આવીને કહ્યું કે તમારું સ્ટેટમેન્ટ કરવાનું છે તેમ કહીને એટીએમ કાર્ડ લઈને પીન નંબર જાણીને કાર્ડ બદલી ખાતામાં થી ₹1,39,000 જેટલી રકમ ઉપાડતા તેને બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ દરમિયાન બિહારનો હરિયાણા નો અને ગુજરાતનો એમ ત્રણ ઠગ યુવકો મહારાષ્ટ્રના બ્રહ્મપુરી પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયા હતા તેમણે બોડેલી ભરૂચ અને વાલિયામાં કરેલા ગુના ની કબુલાત કરી હતી પોલીસે પણ જાણ કરતા ત્રણેય ઢગોને બોડેલી પોલીસ દ્વારા બોડેલી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી છે આમ બોડેલીમાં એટીએમ કાર્ડ થી ઠગાઈમાં ત્રણ છેતરપિંડી કરનાર બોડેલી પોલીસે ઝડપ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


