જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ અંબર સિનેમા પાછળના વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાંથી પોલીસે 42 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી ફરાર થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગતો મુજબ જેટોટ શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન બાતમી મળેલ કે અંબર સીનેમા પાછળ રહેતા પ્રશાંત વાઘેલા પોતાના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોય જે આધારે શહેર પોલીસે પ્રશાંતના રહેણાંક મકાન ઉપર દારૂ અંગેની રેડ કરતા તે હાજર ન હોય રૂમમાં તપાસ કરતા દારૂની બોટલો નંગ-42, કિ. રૂ.7,400નો મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી પોલીસે પ્રશાંત વિજયભાઇ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યું છે.
