Delhi

શું તમે જાણો છો આ ડ્રગથી ચામડી સાવ સડી જાય છે, શું આ છે અત્યંત ચિંતાજનક!

નવીદિલ્હી
અમેરિકામાં હાલ ઠઅઙ્મટ્ઠડૈહી નામની એક દવાએ નવી તબાહી મચાવી છે. એક નવા ડ્રગ્સ અંગે એવું કહેવાઈ રહ્યું છે કે તે માણસોને ઝોમ્બીમાં ફેરવી રહ્યો છે. આ દવાને ટ્રેંક કે ટ્રેંક ડોપ અને ઝોમ્બી ડ્રગ જેવા નામથી ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ કરનારા વ્યક્તિની ચામડી સડવા લાગે છે. ટાઈમ મેગેઝીનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઝાઈલાઝીન પશુઓને બેહોશ કરવામાં ઉપયોગમાં લેવાય છે. જાે કે અનેક લોકો હવે તેનો હેરોઈન જેવા ડ્રગ્સ માટે સિન્થેટિક કટિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝાયલાઝીન નામની આ ડ્રગ સૌથી પહેલા ફિલાડેલ્ફિયામાં પકડાઈ, ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં થઈને દેશભરના વિવિધ શહેરોમાં તેનો વપરાશ વધવા લાગ્યો છે. ડ્રગ્સની શું છે અસર? તે જાણો.. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાનવરો પર ઠઅઙ્મટ્ઠડૈહી ના ઉપયોગની મંજૂરી આપી હતી. પરંતુ માણસો માટે તે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સની અસરની વાત કરીએ તો તેનો પ્રભાવ બેહોશીવાળી દવા જેવો જ છે. તેને લેનારા વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે, શ્વાસ ધીમા પડે છે અને આ સાથે ચામડીમાં ઘા થવા લાગે છે. જાે આ ડ્રગ્સનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે સતત વધતા જાય છે. એક સમય એવો આવે છે જ્યારે માણસની ચામડી એ હદે સડી જાય છે કે યોગ્ય સમયે સારવાર ન મળે તો તે અંગ કાપવાની નોબત આવી જાય છે. આ ડ્રગ્સ અંગે અધિકારીઓની ચિંતા વધારનારી એક વાત એ છે કે ઝાયલાઝીનને જાનવરો કે માણસો માટે પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી અને હોસ્પિટલો પણ તેની તપાસ કરતા નથી.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *