Gujarat

હોબી સેન્ટર ગ્રુપ દ્વારા ભાવનગર માં શ્રી ખોડીદાસ પરમાર  આર્ટ ગેલેરી ખાતે. ” ચિત્ર થી ચેરિટી સુધી ૪.૦ ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૦ કલાકારોના અદ્ભૂત ચિત્રોની કલા ભાવનગરવાસીઓ એ નિહાળી : ૨૩-૨૬ મી ફેબ્રૂઆરી ના રોજ સમાપન
ધ હોબી સેન્ટર ગ્રુપ દ્વારા તારીખ ૨૩/૦૧/૨/૨૦૨૩ ના રોજ શ્રી ખોડીદાસ પરમાર  આર્ટ ગેલેરી ,ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમ ખાતે ૨૦ કલાકારોના વિવિધ ચિત્રોના પ્રદર્શન નો પ્રારંભ ચીફ ગેસ્ટ તરીકે ભાવનગર મેયર શ્રીમતી કીર્તિ બેન દાનીધારિયા,શ્રીમતી શાલ બંસલ – ડાયરેક્ટર કીડ્સ ઝોન ભાવનગરઃ, ડો.કાર્યવી joshi- ચેર પર્સંન  વુમન ડોક્ટર વિંગ IMA –   ભાવનગર , ગેસ્ટ ઓફ ઓનર્શ તરીકે શ્રી અશોક ડોડીયા – રઘુકુળ ગ્રુપ ,નરેન્દ્રસિંહ ગોહીલ –  આર્કીટેકચર ડિઝાઇનર,શ્રી અમીત લંગાલિયા- રીનોવનેડ આર્કિટેક- ભાવનગર, શ્રી અજીતસિંહ વાજા – ભાવવંદના  ચેરીટેબલ  ટ્રસ્ટ – ભાવનગર  ઉપસ્થિત રહ્યાં હતા. ધ હોબી સેન્ટર ગ્રુપ દ્વારા ૨૦૨૦ થી ગુજરાતના નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપીને કળાને વેગ આપી રહ્યાં છે ત્યારે ચાર વર્ષ માં  ૪ થી વધુ પ્રદર્શન માં ૧૦૦ થી વધુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન ચાર દિવસ ચાલનારા છે જેમાં સમગ્ર ગુજરાતના શહેરોમાંથી ૨૦ થી વધુ કલાકારોના સ્ટ્રિંગ આર્ટ, પિચ્છવાઈ, મોર્ડન આર્ટ, એબસ્ટ્રેક, રિયાલિસ્ટિક, કોમ્પિયર આર્ટ, ગ્લાસ આર્ટ, પેન્સિલ સ્કેચ, ટ્રેડિશનલ આર્ટ, સ્ટ્રેકચર વર્ક, મીનીએચર અને વુડન આર્ટ તથા કલે વર્ક આર્ટ જેવી વિવિધ કેટેગરીના અદ્ભૂત ચિત્રો પ્રદર્શન માં જૉવા મળશે..
આ તમામ કલાકારોમાં જુનાગઢ જિલ્લાના ચુડા (સોરઠ) ગામના વતની શ્રી હિતેન્દ્ર ભીખુભાઈ નાગાણી પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેઓ નું આ ચોથું  સમૂહ ચિત્ર પ્રદર્શન છે આ પહેલા તેઓ રાજકોટ ખાતે  બે વખત  તથા વડોદરા મુકામે કીર્તિ મંદિર આર્ટ ગેલેરી ખાતે  ૧ વખત ભાગ લઈ ચૂક્યા છે જેમાં વડોદરા ખાતે તેઓ ના બે ચિત્રો સેલ પણ થયા હતા.આ વખતે તેઓના ત્રણ ચિત્રો પ્રદર્શન માં છે જેમાં એક ભગવાન બુદ્ધ નું છે જે ઓઇલ કલર દ્વારા બનાવવાં
માં આવેલ છે જ્યારે બીજું ચિત્ર શ્રીનાથજી નું છે જેમાં કલે નો કલરનો ઉપયોગ કરી ને નયન રમ્ય આંખોને જોતા ગમી જાય તેવી લાઈટ ઈફેક્ટ તથા ભાવવાહી મુખમુદ્રા સાથેના તેમના આ  ચિત્રો મુલાકાતીઓ તથા સિનિયર આર્ટીસ્ટો દ્વારા પ્રસંશા કરવામાં આવી રહી છે તેમની કલાને બિરદાવવામાં આવી રહી છે.તેઓ  Instagram. માં..naganihitesh…facebook  પેઇઝ..urban art &  craft નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે..આગામી  એપ્રિલ ૨૮ તારીખે તેઓ વડોદરા ખાતે ના તેમના ૫ માં આર્ટ એક્સીબિશન માં ભાગ લેશે તેમ જણાવ્યુ હતું. આપણે સૌ તેમને કલા ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના પાઠવીએ.
સમગ્ર આયોજન માં ધ હોબી સેન્ટર ગ્રુપ ના ફાઉન્ડર  શ્રી જય બારડ, કો- ફાઉન્ડર  શ્રી પાર્થ આચાર્ય, પ્રેસિડેન્ટ સિદ્ધિ સાથીયા બારડ,તથા ઇવેન્ટ કો – ઓડીનેટર આર્ટિસ્ટ રઘુવીરસિહ દ્વારા સુંદર વ્યવસ્થા સંચાલન કરવામાં આવેલ હતું. ફોટોગ્રાફી ની જવાબદારી જૂનાગઢઃ  ના આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી એ નિભાવી હતી..

IMG-20230225-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *