ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે, ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવી તેમજ છોટાઉદેપુર જીલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાંન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા – તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને આ કામના સામાવાળા સેવનભાઇ રવિન્દ્રભાઇ અબાસીયા (ભીલાલા) રહે.અબલા કોતર ફળિયુ તા.સોઢવા ) અલોરાજપુર નાની વિરૂદ્ધમાં (૧) બોડેલી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૮૮/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૨૬૫(ઇ), 98(2) મુજબ (૨) બોડેલી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૪૫૫ ૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ “ મુજબ જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓને મોકલી આપેલ જે આધારે સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ ઝ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાને તા ૨૪-૦૨-૨૦૨૩ ના પાસા હેઠળ અટકાયત કરી “સુરત્ત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


