છોટાઉદેપુર જિલ્લામાં મેડીકલ કોલેજ મંજુર થતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. મેડિકલ કોલેજ બન્યા બાદ વિવિધ વિભાગના તજજ્ઞ ડોકટરોની સેવાનો લાભ મળશે. જિલ્લાના વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકશે.
છોટાઉદેપુર જિલ્લામાં નવીન મેડિકલ કોલેજ બને તો માત્ર જિલ્લાને જ નહીં પરંતુ જિલ્લાની સરહદે આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક લોકોને તેનો સીધો લાભ થઈ શકે એમ છે. કારણકે તે લોકો મેડિકલ અર્થે મોટાભાગે છોટાઉદેપુર અને વડોદરા ઉપર આધાર રાખે છે. નવીન મેડિકલ કોલેજ બને તો દરેક વિભાગના તજજ્ઞ ડોક્ટરોની સુવિધાનો લાભ જિલ્લાને તો મળે આસપાસના રાજ્યોને મળી શકે.
આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લામાં રોજગાર આવશે છોટાઉદેપુર શહેર- જિલ્લામાં ડોકટર બનવા માંગતા નવયુવાનોને ફાયદો થશે. ઘર આંગણે મેડિકલ અભ્યાસ કરવાની તક મળશે. સાથે સાથે આર્થિક રીતે નગરને પણ ફાયદો થશે. જગ્યા સાથે કોલેજ બનાવવા માંગ કરી હતી. જેને મંજૂરી મળતા મેડીકલ અભ્યાસનો ફાયદો વધુ થશે. સાથે સાથે છોટાઉદેપુર ખાતે વર્ષોથી જગ્યાના અભાવે અટકી રહેલુ આંબેડકર ભવન પણ મંજુર કરી દેવામાં આવ્યું છે. જે છોટાઉદેપુર પ્રોપર બનાવવાંમાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં છોટાઉદેપુરમાં રોજગાર આવશે. છોટાઉદેપુર ખાતે આંબેડકર ભવન બનનાર હોઇ જેથી છોટાઉદેપુર નગર અને તાલુકાની પ્રજાને આર્થિક ફાયદો થશે. > રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય, છોટાઉદેપુર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
