સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તેમની આવી માનવતાવાદી સેવાને શહેરનાં લોકોએ પણ બિરદાવી.
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સાવર વિભાગ તથા કુંડલા વિભાગના સ્મશાન માટે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબે બન્ને સ્મશાન માટે સાવર વિભાગમાં ૨+ કુંડલા વિભાગ ૨= કુલ ૪ સગડી ( ભઠી )જાતે અપાવેલી છે. તા ૨૫-૨-૨૩ને શનિવારે બપોરે ૨ કલાકે સ્મશાનમાં સગડી અને સાથે માણસો લાવીને ફીટીગ કામ પણ કરાવી આપેલ છે. આ સ્મશાનોની કામગીરીની સતત સેવાઓ કરતાં અને બધા સદસ્યોને સાથે રાખીને કામ કરતા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના તમામ સદસ્યોએ આપણા લોકલાડીલા માન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબને ખુબ ખુબ અભીનંદન પાઠવેલ છે… કારણ કે બન્ને સ્મશાનગુહમાં આ લાકડાથી ચાલતી સગડીની ખુબજ જરૂરિયાત હતી અને કોરોના વાયરસ મહામારી દરમિયાન જુની સગડી જર્જરિત થઈ ગઈ હતી અને સ્મશાનમાં આવતા લોકોને અગવડતા પડતી હતી ત્યારે હરહંમેશ સ્મશાનમાં કામ કરતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીની સાથે નગરપાલિકાના સદસ્યોની ટીમે લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.. કારણકે બન્ને સ્મશાન માટે સગડી તેમની દ્વારા આપવામાં આવી અને ફીટીગ પણ તેમના તમામ ખર્ચૈ કરાવી આપેલ છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના તમામ સદસ્યો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેછૈ. આ કામગીરીમાં સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીની સાથે સદસ્યો, કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, કેશુભાઇ ચુડાસમા તેમજ જીગ્નેશભાઈ ટાંક. ભાવેશભાઈ કવા. ભુપતભાઈ પાનસુરીયા. રમેશભાઈ ચૌહાણ. હાજર રહ્યા હતા


