Gujarat

વન પ્રકૃતી ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા રેકોર્ડ બ્રેક ૧૦,૦૦૦ ચકલીનાં માળા વિતરણનું થશે..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
૨૦-માર્ચ વિશ્વ ચકલી દિવસે સાવરકુંડલા તથા તાલુકાભરમાં વિતરણ કરશે.
———————————————————————
રાજ્યમાં સૌથી વધુ ચકલીનાં માળા વિતરણ કરવાના તેમજ પર્યાવરણ તેમજ લુપ્ત થતી ચકલીઓ બચાવવા સાવરકુંડલા શહેરમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં લુપ્ત થતી ચકલીનાં સંવર્ધન અને લોકોમાં ચકલી માટે સહાનુભૂતિ અને સાચી સમજ કેળવાય તે અંગે જાગૃતિ અભિયાનના ભાગરૂપે ચકલીના દસ હજાર માળા બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
———————————————————————
આ સંદર્ભે લોકફાળા દ્વારા શહેરનાં લોકો પાસેથી અનુદાન મેળવીને ચકલી બચાવો અભિયાન સંદર્ભે લોકજાગૃતિ કેળવવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે જેમાં સાવરકુંડલાની માનવતા પ્રીય અને ઉદાર જનતાએ ચકલીઓ બચાવવા માટે મન ખોલીને દાન આપેલ..
———————————————————————
વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા શહેરમાં લુપ્ત થતી ચકલીના સંવર્ધન અને સંખ્યા છે એટલી જળવાય રહે તેવા હેતુ થી ૧૦,૦૦૦ ચકલીના માળા બનાવવાનું આયોજન કરવામાં આવેલ.
આ સંદર્ભે  શહેરમાંથી લોકફાળો લઈને કાર્ય કરવામાં આવશે જેથી દરેક શહેરીજનોમાં ચકલી માટે જાગૃતતા જળવાય રહે  તે માટે ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ વાળી ૧૦૦ રૂ. વાળી પહોંચ બનાવમાં આવી હતી અને પ્રાપ્ત થયેલ અનુદાન રકમની પહોંચ માંથી આજે  પુજ્ય ઉષામૈયા, શિવ દરબાર આશ્રમ, કાનાતળાવનાં વરદ્હસ્તે  કૂપન ખેંચવામાં આવેલ અને તેમાં અમરેલી શહેરનાં વતની મૌલિક રઘવજીભાઈ દાફડાનું નામ નીકળતાં તમામ માળાના લક્કી ડ્રો સ્પોન્સર તરીકે આ મૌલિક રાઘવજીભાઈ દાફડા એ નામ રહેશે.
વન પ્રકૃતી ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલાનાં ચકલી બચાઓ અભીયાનને પરમ પૂજય માં ઉષા મૈયાજી – શિવ દરબાર આશ્રમ કાનાતળાવ તરફથી સંસ્થાને આશીર્વાદ સાથે અનુદાન પણ આપેલ હતુ..

IMG-20230226-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *