Gujarat

હિન્દુ – મુસ્લિમ એક્તાનુ પ્રતિક એટલે ચલાલા શહેરમાં આવેલ શિવસાઇ ગૃપ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો ચલાલા એટલે દાનમહારાજની પાવન ભૂમિ.. અહીં વર્ષોથી હિંદુ મુસ્લિમ સાથે મળીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહે છે. અહીં હિંદુ મુસ્લિમ  ઉત્સવો પણ સાથે મળીને ઉજવતાં જોવા મળે છે. એવી
 શ્રી દાનમહારાજની પાવન ભૂમિ ચલાલા સાઇ મંદિરનાં સાનિધ્યમાં મુર્તુઝા ટી.હથીયારી(બાબભાઇ સમેતીવાળા) ના જન્મ દિવસ નિમિત્તે
 સ્નેહ ભોજન સાથે ધારાસભ્ય જે.વી. ભાઇ કાકડીયાનું સન્માન અને ભારત ભૂષણ એવોર્ડ સન્માનિત મહેશભાઇ મહેતાનું સન્માન કરવામાં આવ્યુ અને ભુખ્યાને ભોજન કાર્યની અવિરત સેવા કરતા સાઇ મંદિરના પુજારી રાજુભાઇ જાનીનું સન્માન વ્હોરા સમાજ અને આમંત્રિત મહેમાનોએ કરેલ હતુ
વ્હોરા સમાજના મુર્તુઝાભાઇ હથીયારી દરેક સમાજના લોકોને મદદરૂપ બને છે માટે જ લોકોએ એનું હુલામણું નામ બાબભાઇ સમેતીવાળા આપ્યું છે. સાઇ મંદિર- ગાયત્રી મંદિરમાં થતાં સમુહ લગ્નમાં ગરીબ દિકરીઓને બાબભાઇ તરફથી ખુબ ખુબ કરિયાવર વસ્તુઓ અવિરત મળે છે. બાબભાઇના જન્મ દિવસે વિશાળ સંખ્યામાં વ્હોરા સમાજ અને હિન્દુ સમાજ સાઇ મંદિરે ઉપસ્થિત રહેલ હતો અને બાબભાઇનુ સન્માન કરેલ  અને સહુ એ સાથે બેસી ભોજનનો લાભ લીધેલ હતૉ
આ કાર્યક્રમનુ સંચાલન રાજુભાઇ જાનીએ કરેલ હતુ.. આમ ચલાલા ખાતે આવેલ શિવસાઇ ગૃપ હિંદુ મુસ્લિમ એકતાનું અનોખા પ્રતિક તરીકે સમગ્ર અમરેલી જિલ્લામાં ખ્યાતનામ છે

IMG-20230226-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *