Gujarat

ધોરાજીના માજી ધારાસભ્યના ગેરરીતિના આક્ષેપ વચ્ચે 

નવનિર્મિત મહેસૂલ સેવા સદનનું ઇ-લોકાર્પણ તો થઈ ગયું
પણ દિવાલોમાં ચંદાયેલી તિરાડો બુરવાનું પાપ કોને કર્યું ??
પેટા
લોકાર્પણ પહેલા મહેસૂલ સેવા સદનની દિવાલોમાં પડેલી તિરાડો છાનેછપને કોણે બૂરાવી દીધી ? સંબંધિત કોન્ટ્રાકટર પર આટલું બધુ વ્હાલ ?
હરેશ ભાલીયા દ્વારા જેતપુર, ધોરાજી :
રાજકોટ જિલ્લાના  ધોરાજીમાં મહેસૂલ સેવા સદન અને જેતપુરમાં પોલીસ આવાસોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગઈકાલે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા,ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર અને પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીએ ધોરાજીમાં કરેલ નવનિર્મિત મહેસૂલ સેવા સદનના ઈ-લોકાર્પણને લઈને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ ધોરાજી મહેસૂલ સેવા સદનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા. આ સાથે જ નવનિર્મિત બિલ્ડીંગમાં તીરાડો તેમજ લાદી ઉખડી જવા સહિતની ઘટના  સામે આવી છે. જેમને લઈને કોંગ્રેસ દ્વારા તપાસની માંગ કરીને પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. જોકે ઇ-લોકાર્પણ સમયે આ બાબતે પત્રકારોએ અમુક ભાજપના આગેવાનોને કોંગ્રેસના આક્ષેપોનું સત્ય ખાળવા પૂંછવામાં આવતા તમામે મોઢા સીવી લીધા હતા,
આ અંગેની વિગતો મુજબ ધોરાજીમાં નવનિર્મિત મહેસૂલ સેવા સદનનું લોકાર્પણ થતાની સાથે જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની સામે વિરોધ નોંધાવ્યું હતો. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ધોરાજી મહેસૂલ સેવા સદનનુ લોકાર્પણ કરી  સરકારે ધોરાજીની પ્રજા અને સ્થાનિક  યુવાનોનુ અપમાન કરાયું હોવાની વિગતો બહાર આવી છે.
તેમણે ઉમેર્યું કે મહેસૂલ સેવા સદનનું બિલ્ડીંગ બન્યું છે એ જગ્યા ઉપર 1981માં જગ્યા બચાવો અંગે આંદોલન છેડવામાં આવ્યું હતું. અને આ આંદોલનમાં અશ્વિન માવાણી નામના  યુવાનું ગબડી પડવાથી મૃત્યુ થયું હતું. આંદોલન સમયે આ ઘટના બની હોવાથી ધોરાજીવાસીઓએ આ કરૂણ બનાવમાં અશ્વિનભાઈએ શહાદત વહોરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. અને એટલે જ તેમનું સ્ટેચ્યું એ સમયની આંદોલન સમિતિ દ્વારા આ જગ્યાના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યું છે. તેમ છતા પણ આજે ધોરાજીમાં યોજાયેલ આ લોકાર્પણ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ આ સ્ટેચ્યુને હારતોરા કરવાનું મુનાશીબ ન માન્યું તે સમસ્ત ધોરાજી માટે દુઃખની વાત કહેવાય. એટલુંજ નહીં આ યુવાનને યાદ કરવાની પણ કોઈએ તસ્દી લીધી ન હતી. મુલાકાત દરમિયાન અંતે મહેસૂલ સેવા સદનના નબળાં કામની સરકાર દ્વારા તપાસ કરાશે કે કેમ ? તેવો સવાલ લલીત વસોયાએ ઉઠાવ્યો હતો.
બોક્સ : મહેસૂલ સેવા સદનમાં આચરાયેલી ગેરરીતિ બાબતે અખબારોએ અંગુલિ  નિર્દેશ કર્યો હતો !
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં નવા બનેલા મહેસૂલ સેવા સદનના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા જેવી સંબંધીતઓએ નીતિ અખત્યાર કરી હોય અને લોકાર્પણ પહેલા જ દીવાલોમાં તિરાડો દેખાતી હોય અને પાપ ઢાંકવા ડેલા, દરવાજા બંધ કરીને રંગરોગાન જેવી કામગીરી થતી હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. ઘણા ઇલોકટ્રોનિક મીડિયામાં પણ આ વાતને સ્થાન અપાયું હતું. છતાં લાગતાં વળગતા સરકારી તંત્રોએ આ બાબતે આંખ આડા કાન કર્તા આ સરકારી કચેરીનું લોકાર્પણ થઈ ગયું છે. હવે કોઇ ગંભીર બનાવ બને તો સરકારી કચેરીમાં આવતા સરકારી અધિકારીઓ કે આરાજદારોના જીવ જોખમાશે તો જવાબદારી તેવા પ્રશ્નો ધોરજીના કોંગી આગેવાન દિનેશ વોરા અને ધારાસભ્ય લલીત વસોયાએ ઉઠાવ્યા છે.
બોક્સ : સરકારી તંત્ર કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં ભરશે ?
જાણકારો કહે છે કે ધોરાજીમાં બનેલા અને લોકાર્પણ થઈ ચૂકેલા મહેસૂલ સેવા સદનના બાંધકામ-બિલ્ડિંગના કામમાં ગેરરીતિની ચાડી ખાતી દીવાલોની તિરાડો જ્યારે અખબારી માધ્યમોથી લોકો અને સરકારી તંત્રો સામે આવ્યા પછી પણ સંબંધિત સરકારી તંત્રોએ કોઈ ઘડારૂપ પગલાં ન ભર્યા હોવાનો કોંગી આગેવાનોનો આક્ષેપ છે. ત્યારે હવે ઉચ્ચ સરકારી તંત્ર આ સેવા સદન બનાવનાર કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં ભરશે કે પછી ખાધું, પીધુને રાજ કર્યું ? તેવી નીતિ અખત્યાર કરાશે ? તે તો સમય જ બતાવશે.
( ફોટો હરેશ ભાલીયા )

IMG_20230226_164502.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *