Gujarat

શ્રી ચરોતર મોટી સત્તાવિસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિદ્યાલયમાં એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્રી ચરોતર મોટી સત્તાવિસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિદ્યાલય કઠલાલ માં એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ ૧ થી ૫ ના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોએ ખૂબ જ સુંદર રીતે વિવિધ ગીતો પર ડાન્સ  તેમજ નાટક જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકીલ કે.એમ.એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી,સહમંત્રી , પૂર્વશહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ પટેલ , નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સ્મિતાબેન પટેલ ,ચરોતર યુનિવર્સિટી ના કોઓર્ડીનેટર  રાજેશભાઈ, સી.આર.સી કોઓર્ડીનેટર  આરીફભાઈ મન્સૂરી તેમજ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ચારૂસેટ ના પ્રિન્સિપાલ જાગૃતીબેન પરમાર તથા  ક્લાર્ક તારેશભાઈ શાહ તેમજ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી.

IMG-20230225-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *