Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને સ્વિફટ ગાડી તથા કિ.રૂ.૩૬,૭૬૯  ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ઇન્ચા. પોલીસ અધિક્ષક  ડી.કે.રાઠોડ નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાજ નાઓને સુચના કરેલ જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ આ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં ચોક્કસ બાતમી આધારે વાહન ચેકીંગની’ આ કામગીરી કરતા એક સફેદ કલરની સ્વિટ ડીઝાયર ગાડીમાંથી બોનેટના ભાગે તથા ગાડીની ડીક્કીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ગાડી મળી કુલ કિ.રૂ.૪,૩૯,૭૬૯/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230227_195629.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *