રાંચી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના એક નિવેદનની વીડિયો સોશલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઇ રહ્યું છે.વીડિયોમાં હેમંત સોરેન લોકોને સરકારી બેંકોની વિરૂધ્ધ ભડકાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે પૈસા જમીનમાં દાટી દો પરંતુ બેંકોમાં રાખશો નહીં. હેમંત સોરેને રામગઢમાં એક જાહેરસભાને સંબોધી રહ્યાં હતાં તેમનું આ નિવેદન ખુબ વાંધાજનક,લોકોને ભડકાવનારૂ અને બેંકો પ્રત્યે નફરત પેદા કરનારૂ છે.હેમંત સોરેને કહ્યું કે મોદી સરકારના સમય બેંકોમાં પૈસા જમા કરવા સુરક્ષિત નથી અર્થવ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે અને કયારે કંઇ બેંક ડુબી જાય કંઇક શકાય નહીં મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે આઝાદ ભારતમાં સૌથી મોટું કૌભાંડ મોદી સરકારના સમયમાં થયું છે.તેનાથી દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે અને બેંકો વાળાના હાથ પગ ધ્રુજી રહ્યાં છે.તેમણે કહ્યું કે મેંં શરૂથી જ ગામ અને ગ્રામીણ વિસ્તારોના કિસાનો અને મજદુરોને કહ્યું છે કે તમે લોકો પોતાના પૈસા બેંકમાં રાખશો નહીં આજકાલ બેંક સતત ડુબી રહી છે જયારે ભાજપે સોરેનના નિવેદનને બિનજવાબદાર અને ભ્રષ્ટ્રાચાર માટે ઉશ્કેરણીજનકવાળુ નિવેદન બતાવ્યું છે.ઝારખંડ સરકારમાં સોરેનના સાથી કોંગ્રેસ પણ મોદી સરકારમાં દેશની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિની વાત કરી રહી છે. આ પહેલા સોરેને મોંધવારી અને બેરોજગારીને લઇ ભાજપ સરકાર પર કડક હુમલો કરતા કહ્યું હતું કે ભાજપે કયારેક મોંધવારીને ડાયન કહ્યું હતું પરંતુ હવે લાગે છે કે મોંધવારી ભાજપની ભૌજાઇ બની ગઇ છે.ચતરા જીલ્લામાં ખતિયાની જાેહાર યાત્રા હેઠળ એક જાહેરસભાને સંબોધિત કરતા સોરેને આરોપ લગાવ્યો હતો કે ભાજપે ૨૦ વર્ષ સુધી ઝારખંડ પર શાસન કર્યું પરંતુ કોઇ પણ આદિવાસી મુખ્યમંત્રીને પોતાનો કાર્યકાળ પુરો કરવા દીધો નહીં અને જયારે એક અન્ય આદિવાસી હવે રાજયનું સુકાન સંભાળી રહ્યાં છે તો પાર્ટી તેમની સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે.


