મોતનો મલાજો ન જળવાતા લોકોમાં આક્રોષ સાથે સિવિલ સત્તાધિશો સામે રોષ
જેતપુર સિવિલ તેના સુદ્રડ વહિવટના કારણે વારંવાર વિવાદની એરણે ચઢી પોતાની સુદ્રડતા અને ઉત્તમ વહિવટનું ઉદાહરણ પુરૂ પાડતી નજરે પડે છે. પ્રજાની સુખાકારી માટે બનાવાયેલ જેતપુર સિવિલ હોસ્પીટલમાં તેના બંધ કોલ્ડ સ્ટોરેજના કારણે વિવાદમાં આવી છે.વારંવાર કોલ્ડ સ્ટોરેજ બંધ થવાના પગલે તેમાં રખાયેલ મૃતદેહ સડી જઈ અતિ દુર્ગંધ મારતા તેમજ અતિ વિકૃત બનતા સ્વજનો તેમજ લોકોમાં સિવિલ સત્તાધિશો પ્રત્યે રોષ ફેલાયો છે.
આ અંગે જેતપુરમાં આવેલ
હરીઓમ વૃદ્ધાશ્રમમાં રહેતા નવીનચંદ્ર દેવચંદ્ર તન્ના નામના વૃદ્ધને તા.૨ માર્ચના હૃદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું જેથી મરણ જનાર વૃદ્ધનાં મૃતદેહને પી.એમ. અર્થે જેતપુર સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો હતો જયાં પી.એમ.બાદ મરનારના મૃતદેહને તેના વાલી વારસો મળી આવે તે હેતુસર ૨૪ થી ૪૮ કલાક સુધી જેતપુર સિવિલ હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં સાચવણી અર્થે મુકવામાં આવ્યો બીજી બાજુ એ વૃદ્ધના સ્વજનો મુંબઈથી જેતપુર પહોંચ્યા હતા જેથી લાશને અંતિમક્ર્રિયા અર્થે લેવા જતા મૃતદેહની હાલત એટલી ખરાબ બનવા પામી છે કે તેના સગા તો શૂં પણ સામાન્ય માણસ પણ તેને ઓળખી ના શકે અને તેની પાસે ઉભો પણ ના રહી શકે.તેવી દુર્ગધમારતી હતી.ડેડબોડીની હાલત જોઈ પરિવારજનો રોષે ભરાયા હતા અને સરકારી હોસ્પિટલના સત્તાધીશો સામે ફિટકાર પણ વરસાવ્યો હતો. ત્યારે આ ગંભીર મામલે ઉચ્ચ વહીવટીતંત્ર માત્ર તમાશો જોશે કે શિક્ષણાત્મક પગલાંઓ ભરશે એ જોવાનું રહ્યું.
જેતપુર સિવિલના વહિવટ કર્તાઓને મોતનો મલાજો જાળવવા વારંવાર સેવાકીય પ્રવૃતિઓ કરતા લોકો દ્વારા રજૂઆતો કરાઇ છે છતાં થોડા સમય માટે આ કોલ્ડ સ્ટોરેજની મરામત કરાવી ચાલુ કરાવી તેઓ સંતોષ માને છે પણ વારંવાર બંધ થતા કોલ્ડ સ્ટોરેજ ની યોગ્ય માવજત કરી તેને કર્યવનતું કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
જેતપુર સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો.નિકિતા પડિયા એ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે પી.એમ રૂમ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામીના કારણે ગેસ લીકેજ થયો હોઈ જેથી બંધ થયું હોય તેવું જાણવા મળ્યું છે હાલ આ કોલ્ડ સ્ટોરેજ ને ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી એન્યુઅલ હોય છે જે પરંતુ હાલ ઉનાળામાં કોલ્ડ સ્ટોરેજ બંધ થાય જેથી દુર્ગંધ મારતી હોય છે.
( ફોટો હરેશ ભાલીયા જેતપુર )


