રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય નાગરિકપુરવઠા નિગમ દ્વારા ખેડૂતોને તેઓનાપાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન (આરએમએસ) ૨૦૨૩-૨૪ના વર્ષમાં અનાજના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે આ માટે ભારત સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમટેકાના ભાવે વેચાણ કરવાઈચ્છતા ખેડૂતોએ ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રેહેશે. ત્યારબાદ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉનમાં આધારકાર્ડ ૭-૧૨ અને ૮-અની નકલ, ગામ નમુના-૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધતન દાખલો, ખાતેદારના બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ આવા તમામ પુરાવા રજુ કરવાના રહેશે. આ બાબતે મુશ્કેલી જણાય તોહેલ્પલાઇન નં.૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની છોટાઉદેપુરની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સરકારશ્રી દ્વારા વર્ષ-૨૦૨૩-૨૪ માટે નક્કી થયેલ ટેકાના ભાવ નીચે મુજબ રહેશે.
પાકનું નામ અને નક્કી થયેલ ટેકાના ભાવ રૂ./- પ્રતિ ક્વિન્ટ્સ
ઘઉં ૨૧૨૫.બાજરી ૨૩૫૦.જુવાર(હાઈબ્રીડ) ૨૯૭૦.જુવાર(માલડંડી) ૨૯૯૦.રાણી(નાગલી) ૩૫૭૮
મકાઈ ૧૯૬૨
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
