Gujarat

ઓલપાડની ઉમરા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ                 

ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઉમરા પ્રાથમિક શાળામાં ડાયમંડ કિંગ ગૃપ, મોટા વરાછાનાં જિજ્ઞેશ‌ દામજીભાઈ સોનાણી તરફથી શાળાનાં તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
               શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમમાં જિજ્ઞેશ‌ સોનાણી તથા તેમની ટીમે ખડેપગે બાળોપયોગી નોટબુક, બોલપેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જેવી વસ્તુઓની કીટ શાળાનાં ૨૯૦ જેટલાં બાળકોને વિતરીત કરી માનવતા મહેંકાવી હતી. આ પ્રસંગે શાળાનાં તમામ બાળકોએ આ સેવાભાવી દાતા તરફથી મળેલ મઢીની સ્પેશિયલ સેવ ખમણીની મિજબાની માણી હતી. શાળાનાં આચાર્યા શ્રીમતી બેલાબેન પટેલે જિજ્ઞેશ‌ભાઇની સખાવતને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230304-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *