Gujarat

ઘરેલું હિંસાથી પીડિત એવું સગર્ભાના વહારે પહોંચી કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગામમાં સાસરે આવેલી મહિલા પર તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આથી મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગી હતી. જેના પગલે કેશોદ ૧૮૧ ટીમના કાઉન્સેલર શ્રી ડાયબેન માવદીયા અને તેની ટીમ આ ઘટના સ્થળે પહોંચવા માટે તાત્કાલિક દોડી ગયા અને તે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલીંગ કર્યું હતુ.

મહિલાનુ કાઉન્સેલીંગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ રોજ નશાની હાલતમાં આવી નાની મોટી ભૂલ શોધી ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મહિલાને તેના પિયર જવા માટે મજબૂર કરતા હતા. હાલ મહિલા સગર્ભા હોય તેથી મહિલાએ કંટાળીને આજ રોજ ૧૮૧ ટીમની મદદ લેવી જરુરી બની તેથી સ્થળ પર મહિલાના મોટા બહેન બનેવીની હાજરીમાં પતિનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય માહિતી આપી તેને સમજાવવામાં આવ્યા હતા.  પતિ – પત્નીના કાઉન્સિલિંગ દરમ્યાન એવું જણાયું કે,  ઘરેલું હિંસાથી પીડિત સગર્ભા મહિલાની સમસ્યા ગંભીર  છે. તેથી પતિ – પત્નિ બન્નેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને અન્ય કાયદાકીય મદદ માટે  કેશોદ પોલીસ સ્ટેશન સ્થિત પોલીસ સ્ટેશન બેઈડઝ સપોર્ટ સેન્ટર ખાતે  લઇ જવામાં આવ્યા હતા, તેમ એક અભયમ મહિલા હેલ્પલાઇનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *