રાણપુર તાલુકામાંથી પ્રથમવાર જીલ્લા પ્રમુખ નું પદ મળતા કાર્યકરોમાં ખુશી..
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાણપુર તાલુકાના ચંદરવા ગામના મયુરભાઈ પટેલ ની વરણી કરવામાં આવતા રાણપુર તાલુકા ભાજપ સંગઠનમાં ખુશી ફેલાઈ છે.બોટાદ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલ આજે રાણપુર આવતા રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા નવનિયુક્ત પ્રમુખ નું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યુ હતુ.નવનિયુક્ત ભાજપ પ્રમુખે બાબાસાહેબ આંબેડકર અને ઝવેરચંદ મેઘાણી ને ફુલહાર પહેરાવી આશિર્વાદ મેળવ્યા હતા.જ્યારે મયુરભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે મને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મારા ઉપર વિશ્વાસ મુકી મને બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ ની જવાબદારી આપી છે જે જવાબદારી હુ મારી તમામ તાકાત સાથે નિભાવીશ અને આગામી લોકસભા ની ચુંટણી માં ભાજપ ને વધુ મજબુત બનાવશુ.અને બોટાદ જીલ્લા ભાજપ સંગઠનના તમામ આગેવાનો,હોદ્દેદારો અને કાર્યકરો ને સાથે રાખી ભાજપ નો ભગવો લહેરાવશુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


