Gujarat

“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત

રાણપુર ખાતે આયોજીત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું
   બોટાદ જીલ્લાના રાણપુરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ શાખાના ઉપક્રમે પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કિશોરીઓને મહાનુભાવો દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230304-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *