Gujarat

બગડોલ પે સેન્ટર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ.

મકસુદ કારીગર,કઠલાલ

વિજ્ઞાન એ આપણા રોજિંદા જીવનનો એક અગત્યનો ભાગ છે. વિજ્ઞાન ની ઉપયોગીતા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે અત્રેની બગડોલ પે સેન્ટર શાળા તાલુકો કઠલાલ જિલ્લો ખેડામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિજ્ઞાનના સાધનો પ્રદર્શન ગોઠવી વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સાધનોનો પરિચય કરાવ્યો તેની ઉપયોગીતા વિશે સમજાવવામાં આવ્યું. ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનો નિદર્શન કર્યું. વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસરૂચી કેળવાય તથા તેમની અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ તથા જિજ્ઞાસાવૃત્તિમાં વધારો થાય તે હેતુથી ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના અંતે ભાગ લીધેલ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે નડિયાદના દાતા નૈનેશભાઈ પટેલ તથા વિરલભાઇ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાના આચાર્ય, બગડોલ સરપંચ જશવંતસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ ઝાલા, એસએમસી અધ્યક્ષ ,શાળા પરિવારે હાજર રહી દાતા ઓનો આભાર આભાર માન્યો હતો.

IMG-20230304-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *