ઊના – એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ૧૧ સુંદરકાંડ પાઠનું સંસ્થાના
અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે શનિવારે ઉના મહિલા મંડળ
દ્વારા સંગીત સાથે ખૂબ ભાવથી ૫૦ જેટલા બહેનોએ પાઠ કર્યા હતા. આ આયોજનમાં દલપતભાઈ તથા ચંદુભાઈ ધાનાણીએ સાથ
સહકાર આપ્યો હતો. વ્યવસ્થાપન મહેશભાઈ જોશીએ કર્યું હતું.


