Gujarat

ખાનગી શાળા છોડી, શાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુ. પંક્તિ રાડિયા કહે છે કે… જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસમાં ભણવાથી વધારે યાદ રહે છે  

ખાનગી શાળા છોડી, શાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવેલી અને ધોરણ-૮માં અભ્યાસ કરતી કુ. પંક્તિ રાડિયા કહે છે કે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસમાં ભણવામાં ખૂબ આનંદ આવે છે. આમ પણ વાંચવા કરતાં ચિત્ર-દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી વધુ યાદ રહે છે. ટીચર અને સર દ્વારા યુ-ટ્યુબ ચેનલના જ્ઞાનસભર વીડિયો પણ શેયર કરવામાં આવે છે. તેમજ અન્ય જ્ઞાનસભર પ્રવૃત્તિઓથી ભણવામાં ખૂબ મજા પડે છે. ઉપરાંત નવોદય સહિત અન્ય જાહેર પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવે છે. કંઈક તેવી જ લાગણી શાપુર પે. શાળાના વિદ્યાર્થી મકવાણા કૃણાલે પણ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *