બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડલ સ્કૂલ ખાતે કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ ધોરણ 10 અને ધોરણ 12 ની આગામી માર્ચ 2023 માં લેવાનાર પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. માર્ચ 2022 માં ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તમ પરીણામ લાવનાર તેજસ્વી તારલાઓને પણ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં થયેલ સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી બીરદાવામાં આવ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં નગરપાલિકા બોટાદના શાસનાધિકારી ડી.બી. રોય,બી.આર.સી. રમેશભાઈ રાઠોડ,સી.આર.સી વિજય કાણોતરા તેમજ બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે ભોજન વ્યવસ્થા પણ ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કે.એન. રાઠોડ, એન.બી.મારવાડી, ડી.એચ આખજા, એમ.જી.સંઘરીયાત, ડૉ. ડી. ડી.પરમાર, ડી. એસ. પરમાર, યુ. એ. મન્સૂરી, બીપીનભાઈ સોલંકી તેમજ મુકેશભાઈ અણીયાળીયા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


