Gujarat

જય રણછોડ, માખણ ચોર ના ગગનભેદી નાદ સાથે યાત્રિકો નો ડાકોર મા પ્રવેશ

તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
લાખો યાત્રિકો ભગવાન રણછોડરાયજી ના દર્શન કરી ધન્યતા અનુભવી. વસંત પંચમી થી જ ડાકોરમાં હોળી નો માહોલ જામે છે. ત્યારે અગિયારસે શ્રીજી નગર વિહાર કરી ભક્તો સાથે ઘેળી રમવાનું શરૂ કરે છે જે રંગ પંચમી સુધી ડાકોર માં હોળીનો માહોલ જામેલો રહે છે. હોળી ની પુનમે ડાકોર ચાલતા આવી ભક્તો રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ડાકોર તરફ જતા તમામ માર્ગો પર ઠેર ઠેર પદયાત્રીકો માટે સેવા કેમ્પ લાગ્યા હોય છે. ડાકોરની ફાગણી પૂનમને પદયાત્રિકોની પૂનમ તરીકે ઓળખાય છે. ડાકોર પદયાત્રા કરી ફાગણી પૂનમે દર્શને આવતા પદયાત્રિકોમાં અમદાવાદ,વડોદરા,આણંદ નડિયાદ જિલ્લા તરફથી આવતા પદયાત્રિકોની સંખ્યા વિશેષ હોય છે. પદયાત્રિકો જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ અતિ શ્રધ્ધાથી જતા હોય છે.
 ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ગુજરાતનું મીની દ્વારકા એટલે રાજા રણછોડજીનું ડાકોરનું મંદિર ઉત્સવોની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. રણછોડરાયના મંદિરમાં પણ રંગોત્સવના પર્વ ધૂળેટીની ઉજવણીનું આગવુ મહત્વ છે. ખાસ કરીને હોળી ધૂળેટી પર મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો પદયાત્રા કરીને ડાકોર પહોંચતા હોય છે.
ડાકોર તરફના રસ્તા પર પદયાત્રિકો માટે નાસ્તો,જમવા અને આરામની સેવા માટે સેવા કેમ્પ પણ હોય છે. રણછોડરાય મંદિર ડાકોર સુધી ચાલતા જતા ભક્તો મહુધા પોલીસ દ્વાર બે દિવસ ઠંડી ફ્રુટી નું પણ વિતરણ કરાયું હતું તો કેટલીક જગ્યાએ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમા મહુધા ની વાત કરીએ તો મહુધા પીઆઈ શ્રી કે.એચ.ચૌધરી અને પીએસઆઈ શ્રી આઈ.ડી.વાધેલા તેમજ મહુધા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે ખડેપગે હાજર રહ્યા હતા. સાથોસાથ ડાકોર તરફ જતા પદયાત્રીઓ માટે મહુધા ચોકડી પાસે પ્રાથમિક સારવાર કેન્દ્ર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુમિલ પરિખ તેમજ પ્રાથમિક સારવાર કેન્દ્ર નાં સ્ટાફ દ્વારા પદયાત્રીઓ માટે પ્રાથમિક સારવાર  ની સેવા આપતા જોવા મળ્યા હતા

IMG-20230307-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *