રશિયાના રહસ્યદર્શી સંત શ્રી ગુર્જિયેફનાં પરમ શિષ્ય શ્રી પી ડી ઓસ્પેન્સ્કીના જન્મદિવસે પાંચમી માર્ચ ૨૦૨૩ના રોજ ગુજરાતી ભાષામાં ગુર્જિયેફ સિસ્ટમ અંગેના સ્વામી ચૈતન્ય આકાશ દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન. ઓશો સન્યાસી તથા પ્રેમી પૂજ્ય સ્વામી શ્રી આનંદ અમૃત દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સૌ સાધક મિત્રોમાં તેઓ મારુ દાદાના નામથી પરિચિત છે. ૯૫ વર્ષની ઉંમરે સ્વામીજી પુસ્તકના વિમોચન માટે સહ્રદય રાજી થયા તે બદલ સૌ સાધક મિત્રો વતી તેઓના ઋણી છીએ. શ્રી ગુર્જીએફ રશિયામાં જાગ્રત સંત થઈ ગયા છે. ઓશોના પ્રવચનોમાં પણ તેમનો ઉલ્લેખ મળે છે. તેમની પરંપરા અને આધ્યાત્મિક યાત્રાને તેમના શિષ્ય શ્રી પીડી ઓસ્પેન્સકીએ આગળ ધપાવેલ. શ્રી ગુર્જિએફનાં પરમ શિષ્ય શ્રી.પી.ડી.ઓસ્પેન્સ્કીના જન્મદિવસે પાંચમી માર્ચ ૨૦૨૩ના રોજ સ્વામી ચૈતન્ય આકાશ લિખિત પુસ્તકનું “ગુર્જિયેફ સિસ્ટમ દ્વારા અંતરયાત્રા”નું વિમોચન કરવામાં આવ્યું હતું.
સ્વામી ચૈતન્ય આકાશ નું સંસારી નામ શ્રી ધવલકુમાર કાંતિલાલ પટેલ છે. ૨૦૧૬માં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગમાંથી મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી ના હોદ્દાએથી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ આધ્યાત્મિક યાત્રા તરફ પ્રયાણ કરેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી ટીકેન્દ્રભાઈ પટેલ, ત્રિમૂર્તિ હોસ્પિટલ, બાવળા ડો.પરેશ શાહ આઇ સર્જન, અમદાવાદ ખાતે ચાલતી ગુર્જિએફ સ્કૂલના શ્રી ચેતનભાઇ બલવા, આધ્યાત્મિક પુસ્તકોના લેખક તથા યાત્રી શ્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, ડો.દીપકભાઈ મારુ વૈજ્ઞાનિક –ઈસરો ડો.જીજ્ઞાબેન પટેલ વૈદ-અમદાવાદ, શીતલબેન પટેલ, નિવૃત્ત નાયબ કલેક્ટર સહિતના હાજર રહ્યા હતા.


