સ્વચ્છ ભારતની ઝુંબેશને આગળ ધપાવવા માટે જૂનાગઢ શહેરમાંથી સોલીડ વેસ્ટનું મેનેજમેન્ટ સુચારૂ રીતે થાય તે માટે રૂ.૧.૧૨ કરોડના ખર્ચે ચાર વાહનોનું મેયર ગીતાબેન પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૧૫માં નાણાપંચના અનુદાનમાંથી ખરીદાયેલા ફ્રન્ટ એન્ડ લોડર (ડોઝર બ્લેડ), ટેલી હેન્ડલર, ફ્રન્ટ એન્ડ ડોઝર (લોડર બ્લેડ) અને ફ્રન્ટ એન્ડ બેક હો લોડર 3dx દ્વારા જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાની કામગીરીને વધુ વેગ આપી શકાશે. ઉપરાંત ઈમારતોમાં આકસ્મિક સંજોગોમાં બચાવની કામગીરી, ડિવાઈડર ઉપરની લાઈટ રીપેરીંગ વગેરેની જનહિતની કામગીરીમાં આ મશીનોનો ઉપયોગ કરી શકાશે.
આ લોકાર્પણ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, ડેપ્યુટી કમિશનર શ્રી જયેશ વાજા, કોર્પોરેટર શારદાબેન પુરોહિત, કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચાવડા, પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, ઇલેક્ટ્રીક ઇજનેર શ્રી હાજાભાઇ ચુડાસમા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


